
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ વેચાણ ગામે-ગામે થઈ રહ્યું છે. ત્યારે કામરેજના વેલંજા વિસ્તારમાં એક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મોટો ગોડાઉન સુરત જિલ્લાની એલસીબી ટીમે બાતમીના આધારે ઝડપી પાડયો હતો. પોલીસે ગોડાઉનમાંથી સાડા સાત હજાર વિદેશી દારૂની બોટલ તેમજ ફોર વ્હીલર કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 16.51 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પોલીસે ગોડાઉનમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં વિદેશી દારૂ દેશી દારૂ અને જુગારની ક્લબ પણ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે. સુરત રૂરલમાં આવેલા કામરેજ પાસે વેલંજાના ગ્રેષીવીલા એક મકાનમાં ભાડા પર રહેતા ઘનશ્યામભાઈ પન્નાલાલ મેવાડા તેમની સાથે તુલસીરામ રામચંદ્ર મેવાળા વિદેશી દારૂનો ગોડાઉન બનાવી દીધું હતું. ઘનશ્યામ પન્નાલાલ મેવાડા કોસંબામાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. તેના ભાગીદાર તુલસી રામ મેવાડા સાથે ભાગીદારીમાં વિદેશી દારૂ અન્ય રાજ્યમાંથી મંગાવીને સુરત થતાં આજુબાજુના વિસ્તારોમાં સપ્લાય કરતા હતા. આ સંદર્ભે એલસીબી પી.આઈ કલ્પેશ ધડૂક રાજસ્થાની યુવકના બંને યુવકો વિશેની માહિતી સાંપડી હતી.
એલસીબીના છાપવાની કાર્યવાહી દરમિયાન પોલીસને વિદેશી દારૂ ની 7500 બોટલ, એક ફોરવીલ કાર, મોબાઇલ ફોન સાથે કિંમત રૂ 1651800 મુદ્દામાલ સાથે પોલીસે ઘનશ્યામ મેવાડાની ધરપકડ કરી હતી. જ્યારે તુલસીરામ મેવાડાને વોન્ટેડ બતાવ્યો હતો. સુરત જિલ્લામાં કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂનું ભરેલું ગોડાઉન ઝડપી પાડતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.