સુરતમાં 25 ગેસ સિલિન્ડરની ચોરી કરનાર ઝડપાયો

Gujarat Fight

સુરતના સરથાણા અને અમરોલી વિસ્તારમાં 25 જેટલા ગેસ સિલિન્ડરની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે એકને ઝડપી પાડ્યો છે. આ પકડાયેલ ચોર સંજય છેલ્લા એક મહિનાથી સરથાણા અને અમરોલી વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ચોરી કરતો હતો. ચોરી કરેલા ગેસ સિલિન્ડર 1700 રૂપિયામાં વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સંજયની સાથે ગેસ સિલિન્ડર ખરીદનારની પણ ઝડપી પાડ્યો છે.

સુરતના સરથાણા અને અમરોલી વિસ્તારમાં એક મહિનાથી સિલિન્ડર ચોરીની ઘટનાઓ વધી રહી હતી. ફરિયાદો આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સિલિન્ડર ચોરીની ઘટના યોગીચોક, સાવલિયા સર્કલ, શ્યામધામ ચોક વગેરે વિસ્તારોમાં આવેલી સોસાયટીના પાર્કિંગમાંથી ઘર વરરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના સામે આવતી હતી.

પોલીસે બાતમીદારોને મદદથી સિલિન્ડર ચોરી બાબતે વોચ ગોઠવી હતી. સરથાણા ખાતે જ રહેતા સંજય માણીયા નામના યુવકને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી. પકડાયેલા આરોપીએ કુલ 25 કરતાં વધુ સિલિન્ડરની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરી કરેલા આ સિલિન્ડર 1500થી 1700 રૂપિયામાં વેચી દઈને પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *