સુરતમાં ભાજપના યુવા મોરચાની બાઈક રેલી યોજાઈ

Gujarat Fight

સુરતમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા હતા.રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સુર્યાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં તેજસ્વી સૂર્યા આમ આદમી પાર્ટીને નિશાની લીધી હતી.સાથે જ આમ આદમી પાર્ટીને એન્ટી નેશનલ ફોર્સ ગણાવી હતી. રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાનુ સુરતમાં દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુખડી દ્વારા તેમની તુલા કરવામાં આવી હતી.

બાઈક રેલીમાં જોડાયા બાદ તેઓએ મંચ પરથી સંબોધન કરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સુરતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત હોવાને કારણે તેજસ્વી સૂર્યાએ આમ આદમી પાર્ટી ઉપર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ એન્ટી નેશનલ ફોર્સ છે. દેશભરમાં અને ગુજરાતમાં રામ નવમીની શોભા યાત્રામાં જે પ્રકારે પથ્થરબાજી થઇ છે તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પણ અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

શા માટે મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોની અંદરથી શોભાયાત્રા કાઢવામાં આવે છે? શા માટે મસ્જિદ પાસે જઈને લાઉડ સ્પીકરો વગાડવામાં આવે છે? શા માટે જયશ્રી રામના નારા મસ્જિદ પાસે જઈને લગાડવામાં આવે છે?. આ એન્ટી નેશનલ ફોર્સ હંમેશા પ્રશ્નો ઊભા કરતી રહે છે. દેશના પાર્ટીશન વખતે મુસ્લિમોને એમનો અલગ દેશ આપી દેવામાં આવ્યો છે. હવે મોદીના ભારતમાં દરેક હિન્દુ જાય છે ત્યાં જઈ શકે છે. કર્ણાટક આમાં જે પ્રકારે કોંગ્રેસની સરકારે રાજ્યની અંદર ભ્રષ્ટાચારનો વ્યાપ વધાર્યો છે. તેને કારણે કર્ણાટકની સ્થિતિ ખૂબ જ દયનીય છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા એન્ટી નેશનલ એલિમેન્ટ પ્રોત્સાહન આપે છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *