સુરતના અડાજણ વિસ્તારમાં 14 વર્ષની એક કિશોરી પીંખાઈ છે. અડાજણના રાજ વર્લ્ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ચાર મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અંગત પળોના વીડિયો ઉતારી લઈને બાદમાં તેના મિત્રો સાથે શેર કર્યો હતો. જેથી પરિવારની ફરિયાદ લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત અડાજણના પાલનપુર ગામની અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલે 14 વર્ષની કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપીને વારંવાર અલગ અલગ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આવું છેલ્લા ચાર મહિનાથી દુષ્કર્મ આચરતા ઉમંગે કિશોરી સાથેની અંગત પળોના વીડિયો પણ બનાવી લીધા હતાં. બાદમાં કોઈને કહેશે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી ઉમંગે આપી હતી.સાથે વિડીયો ના નામે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી ઉમંગ અવારનવાર કિશોરીને પીંખતો હતો. સાથે જ વીડિયો બનાવતો હતો.પોતાના મોબાઈલમાં રહેલા કિશોરી સાથેના બિભત્સ વીડિયો ઉમંગે પોતાના મિત્રોને વોટ્સએપ પર મોકલ્યા હતાં. જેથી કિશોરીના વીડિયો વાઈરલ ઉમંગે કર્યા હતાં. આ અંગેની જાણ યુવતીના પરિવાર ને થાત તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો બાદમાં ફરિયાદ કિશોરીના પરિવારે આપતાં અડાજણ પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સાથે આ બાબત ગંભીરતા ને લઈ આરોપી ઉમંગની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી સાથે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો છે.