
વડાપ્રધાન નરેનદ્ર મોદીએ આજે ગુજરાતના સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે, ઘણા પરિચિત ચહેરાઓને જોઈને મને ખુબ આનંદ થયો.PM મોદીએ જણાવ્યું હતું કે, ભલે તમે કરોડોમાં રમતા હોય પણ આપણું મૂળ તો ખેતર છે.પામ તેલની આયત મુદ્દે પીએમ મોદી પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, શા માટે આપણે તેલનું આયાત કરવું પડે છે.? પામતેલ અને બીજા તેલનું ઉત્પાદન ગુજરાત કેમ નહી? પીએમ મોદીએ જણાવ્યું કે, મારી સામે 99 ટકા લોકો ખેડૂતાના દીકરા છે. તો ખેતીમાં આપણે કેમ આગળ ન વધી શકીએ. ઓર્ગેનિક ઉત્પાદનમાં આપણે કેમ આગળ ન વધી શકીએ ?
કોરોના યુગના અભૂતપૂર્વ પડકારો છતાં, દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપથી વિકાસ કરી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાની મદદ કરીને MSME ને લગતી લાખો નોકરીઓ બચાવી હતી અને આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે. જ્યારે દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી. આપણે ફક્ત આપણા મન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. જ્યારે આપણે આવનારા 25 વર્ષનો સંકલ્પ લઈને આવ્યા છીએ, ત્યારે આપણે સરદાર સાહેબની આ વાત ભૂલવી ન જોઈએ. આજે મુદ્રા યોજના દેશના તે લોકોને પોતાનો વ્યવસાય કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે, જેમણે ક્યારેય તેના વિશે વિચાર્યું પણ ન હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની તે નવીનતા અને પ્રતિભા પણ યુનિકોર્નના સપનાને સાકાર થતા જોઈ રહી છે,

જેણે ક્યારેય બહાર નીકળવાનો રસ્તો જોયો ન હતો. દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસ ગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે. તાજેતરમાં અમારી સરકારે આ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના ઉદ્ધાટન પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે સમિટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરદાર ધામ દ્વારા 5 લક્ષ્ય નક્કી કર્યા છે. પાટીદાર સમજે વિશ્વભરમાં પોતાનું પાણી બતાવ્યું છે. પાટીદાર સમજે છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્ય કરે છે.
સરદાર ધામ આયોજિત સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુસોત્તમ રૂપાલા, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પટેલ અને અનુપ્રિયા પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં છે. આ સમિટમાં ખુદ CM પણ હાજર રહેવાના હતાં. પરંતુ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગુજરાત પ્રવાસના કારણે CM ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ્દ કરાયો છે. તેઓ પણ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતાં. આથી વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાશે.