કોંગ્રેસ દ્વારા આજે ગુજરાતના સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસને ધ્યાનમાં રાખીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેસ્યૂ પાસે એકત્રિત થઈને લોકોના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં ન આવે તેને લઈને વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીની વારંવાર થતી ધરપકડને લઈને કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે.

સુરત શહેર પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજે રિંગરોડ ખાતે વિરોધ પ્રદર્શન કરીને તાનાશાહી સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આસામ સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણી સાથે જે પ્રકારે પોલીસ વર્તન કરી રહી છે તેની પણ કોંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી. માનવીય મૂલ્યોનું રક્ષણ થાય તે ખૂબ જરૂરી છે.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું કે સરકાર વિધાન રક્ષણ કરી શકતી નથી. બાબાસાહેબ આંબેડકર દ્વારા જે મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવી છે તેના ઉપર સરકાર તરફથી રહી છે. જિગ્નેશ મેવાણી જેવા યુવા નેતાઓ સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે તેનાથી સરકારની તાનાશાહી માનસિકતા સ્પષ્ટ થઈ રહી છે. સરકારને સદબુધ્ધિ આવે તેને માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે કાર્યક્રમ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.