સુરતના દિલ્હી ગેટ પાસે દેશી પિસ્તોલ સાથે બે પકડાયા

Gujarat Fight

સુરતના મહિધરપુરા પોલીસ સમથકના સર્વેલન્સ સ્ટાફે રાત્રે દિલ્હી ગેટ પાસેથી ઈકો ગાડીમાંથી દેશી હાથ બનાવટની લોડેડ પિસ્તોલ સાથે એમ.પી.ના બે જણાને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં પિસ્તોલ બે દિવસ પહેલા તેમના વતન મધ્યપ્રદેશથી રૂપિયા 10 હજારમાં ખરીદીને લાગ્યા હોવાની કબૂલાત કરી હતી.

મહિધરપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે પીઆઈ આર.કે.ધુલિળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો રાત્રે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સરદારસંગ ધનજી અને કોન્સ્ટેબલ જીગ્નેશ દલજીએ મળેલી બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનથી દિલ્હી ગેટ તરફથી આવી રહેલા ઈકો કાર(એમપી 09 ડબ્લ્યુ કે 4830)ને આંતરી કાર ચાલક મુકેશ જગન બાગુલ (ઉ.વ.આ.33) રહે બસ સ્ટેશનની પાછળ, જુલવાનીયા તા.રાજપુર, જિ. બડવાની મધ્યપ્રદેશને ઝડપી પાડી કારની તલાશી લીધી હતી. જેમાં કારની પાછળની સીટ પરથી દેશી બનાવટની ચાર કાર્ટીઝ લોડેડ પિસ્તોલ મળી આવી હતી.

પોલીસે બંન્ને જણાની ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં બે દિવસ અગાઉ હમવતની લલ્લા શાહુ નામના યુવાન પાસેથી 19 હજારમાં ખરીદી હતી. આરોપીઓ સુરતમાં તેના સંબંધીના ત્યાં આવતા હતાં. પોલીસે દેશી બનાવટની પીસ્તોલ, ચાર કાર્ટીઝ, મોબાઈલ ફોન 1 અને કાર મળી કુલ 5.31 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *