અત્યારે દક્ષિણ ભારતની ફિલ્મો અને કલાકાતોનો બૉલીવુડમાં બોલબાલા છે પણ આ ટ્રેન્ડના 80 ના દાયકાના પાયોનિયર કહી શકાય એવા સર્જક ટી. રામારાવનું 83 વર્ષની જૈફ વયે ચેન્નઈમાં નિધન થયું છે. રામારાવે 1983 માં અંધા કાનૂન ફિલ્મ બનાવી હતી. જેમાં લિજેન્ડરી સુપર સ્ટાર રાજનીકાંતે પહેલીવાર હિન્દી ફિલ્મમાં કામ કર્યું છે. રામારાવે 80 ના દાયકામાં બોલીવુડના ટોચના સ્ટાર્સ સાથે અનેક સુપર હિટ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
અમિતાભ ને ડબલ રોલમાં લઈ તેની સાથે શ્રેદેવી અને જયાપ્રદાને લીડ હીરોઇન ની ભૂમિકા માં તેમણે બનાવેલી આખરી રસ્તા આજે પણ એક યાદગાર ફિલ્મ ગણાય છે. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં જીવન ધારા, એક હી ભૂલ, ઈંકલાંબા, વતન કે રખવાલે, નાચે મયૂરી, જ્હોન જાની જનાર્દન, હાથકડી વગેરેનો સમાવેશ થાય છે. અનુપમ ખેર સહિતની બૉલીવુડ હસ્તીઓ એ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
