સિદ્ધાર્થ-કિયારા આડવાણીનુ બ્રેકઅપ, મળવાનુ કર્યુ બંધ

Gujarat Fight

બોલીવુડમાં સંબંધો બગડવાના બનવાના ઘણા કિસ્સા છે. કેટલાક લગ્ન સુધી પહોંચે છે. તાજેતરના ઉદાહરણ તરીકે રણબીર-આલિયા. તો કેટલાક એવા પણ રહ્યા જે મંજિલ સુધી પહોંચી ના શક્યા અને વિખેરાઈ ગયા. છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં એવા સમાચાર હતા કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણીનુ અફેર ચાલી રહ્યુ છે. બંનેને ફોટોગ્રાફરોએ ઘણા અવસરે સાથે સ્પોટ પણ કર્યા પરંતુ સિદ્ધાર્થ અને કિયારાએ ક્યારેય પણ આની પર ઓફિશિયલી કંઈ કહ્યુ નથી અને બંને એકબીજાને સારા મિત્ર ગણાવે છે.

હવે રિપોર્ટસમાં સામે આવ્યુ છે કે કપલનુ બ્રેકઅપ પણ થઈ ગયુ છે. રિપોર્ટસ અનુસાર બંનેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. બંનેના રસ્તા અલગ થઈ ગયા છે. કપલએ એકબીજાને મળવાનુ બંધ કરી દીધુ છે અને બંનેની વચ્ચે હવે પહેલા જેવો પ્રેમ રહ્યો નથી. હવે આની પાછળનુ કારણ શુ છે તેની પર કંઈ પણ સામે આવ્યુ નથી પરંતુ તેમનુ બ્રેકઅપ ચાહકો માટે દિલતોડનારુ છે. ચાહકો બંનેને ઘણા પસંદ કરે છે અને કપલના ઘણા ફેન ફોલોઈંગ પેસેજ પણ છે.

સૂત્રો અનુસાર સિદ્ધાર્થ અને કિયારા અંદરોઅંદર શાનદાર બોન્ડિંગ શેર કરે છે અને એવા પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે બંને લગ્ન પણ કરી શકે છે પરંતુ ખબર નહીં એવુ શુ થઈ ગયુ કે બંને વચ્ચે અણબનાવ થઈ ગયો. ભલે ગમે તે થયુ હોય પરંતુ ફેન્સ એ આશા કરીને બેસ્યા છે કે જો આવી કોઈ પોસિબિલિટી હોય તો તે ફરીથી એક થઈ જાય અને પોતાની વચ્ચેનુ અંદર ઓછુ કરી લે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *