હનુમાન ચાલીસાને લઈને મહારાષ્ટ્રમાં ગાજી રહેલા વિવાદની વચ્ચે શિવસેના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા પર આરોપ લગાવ્યો છે કે, નવનીત રાણાના અન્ડરવર્લ્ડ સાથે સબંધો હતો. રાણાએ દાઉતના સાથીદાર યુસુફ લાકડાવાલા પાસે 80 લાખ રૂપિયાની લોન લીધી હતી. રાઉતે કહ્યુ હતુ કે, લાકડાવાલાનુ જેલમાં મોત થયુ હતુ. તેને ઈડીએ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં પકડયો હતો. તેના ડી ગેંગ સાથે સબંધો હતો.

રાઉતે કહ્યુ હતુ કે, ઈડીએ લાકડાવાલાના નાણાકીય વ્યવહારોની તપાસ કરી હતી. જોકે તેમાં નવનીત રાણા સાથે સંકળાયેલા વહેવારોને બાકાત રખાયા હતા. ઈડી હવે રાણાની ક્યારે પૂછપરછ કરવાની છે..નવનીત રાણાને કોઈ બચાવવાની કોશિશ કરી રહ્યુ છે. નવનીત રાણા અને તેમના પતિ હાલમાં જેલમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનુ એલાન કરનાર આ દંપતિની પોલીસે ધરપકડ કરી હતી અને તેમની સામે દેશદ્રોહ સહિતના આરોપો મુકવામાં આવ્યા છે.