શેરબજાર : શાંઘાઈ 5% ગગડ્યું, શ્રીલંકાના સ્ટોક માર્કેટમાં 12%નો કડાકો

Gujarat Fight

યુએસ ફેડની વ્યાજદરમાં ઝડપી વધારો કરવાની ચેતવણી બાદ ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકાના બજારોમાં કોહરામ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 1000 અંકથી વધુ ગગડ્યો હતો. નકારાત્મક સંકેતોને પગલે એશિયન બજારમાં નવા સપ્તાહની શરૂઆત પણ નેગેટીવ થઈ હતી. આ સિવાય ચીનમાં ફરી હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસને કારણે ફરી વૈશ્વિક અર્થવ્યવસ્થા અને શેરબજારોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. એશિયાના તર્જ પર ભારતીય શેરબજારમાં પણ ભારે તારાજી સર્જાઈ છે. 200 અંકોના કડાકે ખુલેલા નિફટી 50 ઈન્ડેકસમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી પરંતુ સામાન્ય સુધારા બાદ ચીનમાં મંદી વધતા ભારતીય બેંચમાર્ક ઈન્ડેકસ ફરી ગગડ્યાં હતા.

ચીનમાં કોરોનાનો રાફડો ફરી ફાટી રહ્યો છે. શાંઘાઈમાં કડકાઈ છતા કોરોનાને કારણે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 51 મોત થયા છે. સરકારે કડક ઈમરજન્સી લોકડાઉન લાદવાની તૈયારી દર્શાવતા દેશમાં અફરાતફરી જોવા મળી રહી છે. ચીનના શેરમાર્કેટમાં 5%નો મસમોટો કડાકો જોવા મળ્યો છે. આ સિવાય ચીનનું મહત્વનું ઈન્ડેકસ શેનઝેન પણ 6%થી વધુ ગગડ્યું છે. અમેરિકામાં ઝડપથી વ્યાજદરમાં વધારો શેરબજાર સહિતના ડેટ માર્કેટના રોકાણકારોનું માનસ ખરડી રહ્યું છે. આ સિવાય આર્થિક સંકળામણને કારણે પ્રતિબંધો બાદ શરૂ થયેલ શ્રીલંકાના શેરબજારમાં કોહરામ જોવા મળ્યો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *