શાહરૂખ ખાન અને કોજોલ ફિલ્મ દિલવાલેમાં સાથે જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. આ પછી આ જોડી રૂેપેરી પડદે સાથે જોવા મળી નહોતી. હવે કરણ જોહર તેમનપોતાની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં કે સાથે લાવવા માટે બીડુ ઝડપ્યું છે. જોકે શાહરૂખ અને કાજોલ તરફથી આની પુષ્ટિ મળી નથી. સોશ્યલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, શાહરૂખ અને કાજોલ રૂપેરી પડદે ફરી સાથે જોવા મળવાના છે.

જોકે તેઓ ફિલ્મમાં મુખ્ય રોલમાં નહીં પરંતુ કેમિયો કરતા અથવા તો એક ગીતમાં સાથે જોવા મળશે. કરણ જોહર પોતાની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આ જોડીને ચમકાવાનો છે. ઉલ્લેખનીય છે કે,કરણ જોહર શાહરૂખ-કાજોલને જોડીને પોતાનો લકી ચાર્મ માને છે. આમ પણકરણ લાંબા સમય પછી દિગ્દર્શન કરી રહ્યો હોવાથી પોતાના લકી સિતારાઓને પોતાની ફિલ્મમાં ચમકાવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.