બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન 4 વર્ષ બાદ રાજકુમાર હીરાણીની ફિલ્મ ‘ડંકી’થી કમ બેક કરે છે. ડિસેમ્બર 2023માં રિલીઝ થનારી આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ પહેલી વાર સ્ક્રીન શેર કરશે. બંનેની ઉંમર વચ્ચે 22 વર્ષનું અંતર છે. ‘ડંકી’ પહેલા ઘણી એવી ફિલ્મોમાં અજીબો-ગરીબ કાસ્ટિંગને લઈને ચર્ચામાં રહી ચુકી છે. આવો જાણીએ તે ફિલ્મ અને કાસ્ટિંગ કેવું છે.

1957માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ માં સુનિલ દત્ત અને રાજેન્દ્રકુમાર નરગિસનાં પુત્રનો રોલ નિભાવતા હતા. સુનિલ અને નરગિસ સરખી ઉંમરના હતા. પરંતુ રાજેન્દ્ર એક્ટ્રેસથી મોટા હોવા છતાં તેણે દીકરાનો રોલ નિભાવ્યો હતો. માતા-પુત્રના રોલમાં જોવા મળેલા સુનિલ-નરગીસ અસલ જિંદગીમાં પતિ-પત્ની હતા.

2007ની ફિલ્મ ‘નિ:શબ્દ’માં અમિતાભ બચ્ચનની જોડી જીયા ખાસ સાથે જોવા મળી હતી. તે સમયે અમિતાભની ઉંમર 65 વર્ષની હતી જયારે જીયાની ઉંમર 19 વર્ષની હતી. કરીના કપૂર 2012માં ‘એક મૈં ઔર એક તૂ’ માં ઇમરાન ખાન સાથે જોવા મળી હતી. તે સમયે કરીનાની ઉંમર 31 વર્ષની હતી. તો ઇમરાન ખાનની ઉંમર 29 વર્ષની હતી. કરીનાનીઉંમર ઈમરાનથી વધારે હતી. ત્યારે બંનેનો રોમાન્સ દર્શકોને ગમ્યો ના હતો.