અક્ષય કુમારની પહેલી ફિલ્મ સૌગંધમાં તેની હિરોઇનની ભૂમિકા ભજવનારી શાંતિ પ્રિયા હવે કમબેક કરી રહી છે. તે સરોજિની નાયડુની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. હિંદી ઉપરાંત કન્નડ, તામિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થનારી ફિલમનું શૂટિંગ આવતા મહીને શરુ થશે. શાંતિપ્રિયાની છેલ્લી ફિલ્મ ઇક્કે પે ઇક્કા પણ અક્ષય કુમાર સાથે જ હતી. ત ૧૯૯૪માં રિલીઝ થઇ હતી. તે પછી શાંતિપ્રિયાએ કેટલીક ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું પરંતુ મહદઅંશે ફિલ્મી દુનિયાથી દૂર જ રહી હતી.

હવે બોલિવુડમાં ચાલેલા બાયોપિકના ટ્રેન્ડ વચ્ચે સરોજિની નાયડુની પણ બાયોપિક બની રહી છે. શાંતિપ્રિયાએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા સેનાની, દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ અને એક ગાયક તરીકે પણ સરોજિની નાયડુની બહુમુખી પ્રતિભાનો પોતે અભ્યાસ કરી રહી છે. તેમના વિશે ઝીણામાં ઝીણી વિગતોથી વાકેફ થઇ રહી છે. મને આ રોલ મળ્યો છે એ મારા માટે સન્માનની વાત છે. શાંતિપ્રિયા ભવિષ્યમાં પ્રિન્સેસ ડાયના, મધર ટેરેસા અને શ્રીદેવી જેવી હસ્તીઓની બાયોપિક કરવા માટે પણ ઇચ્છૂક છે.