વ્લાદિમીર પુતિને સબમરીનમાં લૉડ કરાવી ‘કેલિબર ક્રૂઝ મિસાઈલ’

Gujarat Fight

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 61 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ યુદ્ધમાં ન્યૂક્લિયર બોમ્બના હુમલાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન હાલમાં એક રશિયન સબમરીનનો ફોટો સામે આવ્યો છે કે જેમાં ન્યૂક્લિયર હુમલો કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ લોડ કરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સબમરીન હવે યુક્રેન તરફ આગળ વધી રહી છે.

મીડિયાના રિપોર્ટ મુજબ, કેલિબર ક્રૂઝ મિસાઈલને ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન પર લૉડ કરવામાં આવી છે. યુક્રેનના યુગ ઓપરેશન કમાન્ડે કહ્યું કે રશિયા જહાજો રોકી રહ્યું છે અને એરપોર્ટ પર પણ નજર રાખી રહ્યું છે. જેથી યુક્રેન પર સતત મિસાઈલ હુમલાનો ખતરો જોવા મળી રહ્યો છે. યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા કેલિબર ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરી શકે છે. પરંતુ, આ મિસાઈલ મિસફાયર થઈ હોવાનો પણ ઈતિહાસ છે. અહીં નોંધનીયછે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 2 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના પ્રેસિડેન્ટેકહ્યું હતું કે આશરે 120,000 નાગરિક મારિયુપોલમાં ફસાયા છે કે જેઓને નીકળવા દેવામાં આવી રહ્યા નથી.

રશિયાના સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે મોટાભાગનો હિસ્સો તેઓના સૈન્યના કબજામાં છે. ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં 20થી વધારે નાગરિકોના મૃતદેહ એક રસ્તા પર જોવા મળી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વિડીયો મારીયુંપોલ’નો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે યુક્રેન યુદ્ધમાં સેંકડો નાગરિકોની હત્યાના આરોપોની અમે તપાસ કરી રહ્યા છીએ.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *