વેરાવળમાં પોલીસ ચોકી નજીક ગાંજો વેંચતા શખ્સ ઝડપાયો

Gujarat Fight

વેરાવળમાં નશા દ્રાવ્યક પદાર્થોના વેંચાણ બાબતે વોચમાં રહેલી એસઓજી બ્રાંચને મળેલી બાતમીના આધારે મુખ્ય પોલીસ ચોકી નજીક આરબ ચોકમાંથી જાહેરમાં ગાંજો વેંચતા શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી 154.94 ગ્રામ ગાંજાનો જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરેલ હતો. આ જથ્થો તેનો મિત્ર આપતો હોવાનું જણાવતા બંન્ને શખ્સો સામે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર રાજ્યમાં નશા દ્રાવ્ય પદાર્થોની હેરાફેરી અટકાવી આવો જથ્થો ઝડપી લેવા માટે ઉપરથી આદેશ હોય જેને લઈ એલર્ટ પર રહેવા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ આદેશ કર્યો હતો. જેને લઈ એસઓજી બ્રાંચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બ્રાંચના લખમણભાઇ મેતા તથા નરવણસિહ ગોહીલને મળેલી બાતમીના આધારે એસઓજી પીઆઈ એસ.એલ.વસાવા, પીએસઆઈ સોનારાઅસ સ્ટાફને સાથે રાખી વેરાવળમાં મુખ્ય પોલીસ ચોકી નજીક આવેલ આરબ ચોકમાં સૈયદ આલમશા એદરૂશાની દરગાહના દરવાજા પાસે દરોડો પાડી જાહેરમાં ગાંજા પદાર્થનું વેંચાણ કરી રહેલા ઇબ્રાહીમ ઉર્ફે લડુ ગુલજાર શામદાર (રહે.તકીયાવાળા, જૈન હોસ્પીટલ પાસે-વેરાવળ) વાળા પાસેથી માદક પદાર્થ ગાંજો 154.94 ગ્રામનો જથ્થો તથા વજન કાંટો, મોબાઇલ મળી કુલ કી.રૂ.7589 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

બાદમાં પકડાયેલા ઇબ્રાહીમ ઉર્ફે લડુ ગુલજાર શામદારની પુછપરછ કરતા આ ગાંજાનો જથ્થો તેનો મિત્ર શબીર ઉર્ફે શબીર હુલ્લડ અબ્દુલ ગની પંજા (રહે.વેરાવળ)વાળા આપતો હોવાનું જણાવ્યું હતુ. જેના આધારે પોલીસે બંન્ને શખ્સો સામે એન.ડી.પી.એસ. એકટ 8 (સી), 20(બી), 11 એ., 22 (એ), 29 (1) સહીતની કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *