
કેક હોય કે આઈસ્ક્રીમ હોય કે પેસ્ટ્રી હોય વેનીલા એસેન્સ તો જોવા મળે છે. વેનીલા એસન્સનો ઉપયોગ કોલ્ડડ્રીંકમાં પણ કરવામાં આવે છે. ઘણા ઓછા લોકો હશે જેને વેનીલા ફ્લેવર પસંદ નહીં હોય. વેનીલા 2 રીતે તૈયાર થાય છે. એક કુદરતી રીતે અને બીજી આર્ટિફિશિયલ રીતે. કુદરતી રીતે બનાવવામાં આવે વેનીલા ફ્લેવર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જયારે આર્ટીફિશિયલ રીતે બનાવવામાં આવેલ વેનીલા એસેન્સ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ત્યારે આવો જાણીએ વેનીલાનો સાચી રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય.
સિન્થેટિક વેનીલાનું સેવન કરવાનું ટાળો
સિન્થેટિક વેનીલા એસન્સ આર્ટિફિશિયલ રીતે વેનીલા ફ્લેવર બનાવવામાં આવે છે. આ વેનીલા ફ્લેવર કેમિકલ દ્વારા તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં તો બિલકુલ વેનીલા જેવી જ લાગે છે. આ વેનીલા એસેન્સનું વધુ પડતું સેવન કરવાથી એલર્જી, માથાના દુખાવા સહીત અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
વેનીલા એસન્સ સાથે જોડાયેલું વધુ એક તથ્ય
વેનીલા એસન્સને લઈને માન્યતા એ પણ છે કે, વેનીલા એસન્સ નુકસાન પહોંચાડતું નથી પરંતુ તે જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો લીવર પર નુકસાન કરી શકે છે.
કુદરતી રીતે બનાવવામાં આવેલા વેનીલા એસેન્સ
વેનીલા સ્ટિક અને તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક છે, ભારતમાં સૌથી વધુ વેનીલાની ખેતી કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં થાય છે. ફક્ત આ 3 રાજ્યમાંથી વેનીલાનું 6થી 8 ટન ઉત્પાદન થાય છે. વેનીલા એસેન્સ બનાવવા માટે વેનીલાની શીંગને પાણી અને એથિલ આલ્કોહોલમાં ડુબાડવામાં આવે છે. આ બાદ તેમાં કોર્ન સીરપ, ખાંડ અને સ્વીટનર મિક્સ કરવામાં આવે છે. આ રીતથી વેનીલા ફ્લેવર સારી અને સ્ટ્રોંગ બને છે. વેનીલા એસન્સનો ઉપયોગ મીઠાઈ,ડેઝર્ટ, કેક, આઈસ્ક્રીમ જેવી અનેક વસ્તુમાં થાય છે.

વેનીલા બીન્સના સેવનથી રહી શકો છે સ્વસ્થ
વેનીલા બીન્સમાં વેનીલીન નામનું તત્વ હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. વેનીલા કાર્ડિયો વેસ્ક્યુલર ફંક્શન વધારવા અને હાર્ટ સ્ટ્રોકની શક્યતા ઘટાડવામાં અસરકારક છે. વેનીલા બીન્સ એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. જે શરીરમાં રહેલ ફ્રી રેડિકલ સામે લડીને કેન્સર સામે લડવામાં મદદ કરે છે.

વેનીલા સ્ટિક અને વેનીલા બીન્સમાં શું તફાવત છે ?
વેનીલાના ઝાડમાંથી વેનીલાની સ્ટિક મળી આવે છે. જે સૂકવીને તેમાંથી વેનીલા બીજ કાઢવામાં આવે છે. આ બીન્સને પ્રોસેસ કરીને વેનીલા એસેન્સ બનાવવામાં આવે છે. જો કે વેનીલા એસેન્સ પણ કૃત્રિમ રીતે પણ તૈયાર કરી શકાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી તમારે કુદરતી રીતે બનાવેલ વેનીલા એસેન્સનો જ ઉપયોગ કરવો જોઈએ.