રશિયા અને યુક્રેનની વચ્ચે જારી યુદ્ધ વચ્ચે વધુ એક મોટી ખબર આવી છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અનુસાર વિશ્વમાં સૈન્ય ખર્ચ 2.1 ખરબ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ભારત સૈન્ય ખર્ચના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. અમેરિકા અને ચીન હથિયારો પર ખર્ચના મામલે સૌથી આગળ છે. તે બાદ ભારતે સ્થાન લઈ લીધુ છે. એસઆઈપીઆરઆઈના વર્ષ 2021ની રિપોર્ટ અનુસાર આ વર્ષે અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાએ હથિયારો પર સૌથી વધારે ખર્ચ કર્યો.

રિપોર્ટ અનુસાર 2021માં ભારત 76.6 અરબ ડોલરનો સૈન્ય ખર્ચ કરી દુનિયામાં ત્રીજા સ્થાને છે. જેમાં 2020ની તુલનામાં 0.9 ટકા અને 2012ની તુલનામાં 33 ટકા વૃદ્ધિ થઈ છે. જ્યારે દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી હતી ત્યારે પણ દુનિયાના દેશોએ હથિયારો પર ખર્ચ વધાર્યો છે. એટલુ જ નહીં મહામારીના બીજા વર્ષમાં વિશ્વનો સૈન્ય ખર્ચ 2.1 ખરબ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. આ પ્રકારે સતત સાતમા વર્ષે સૈન્ય ખર્ચમાં વધારો નોંધ્યો છે.
અમેરિકા હકીકતમાં સમગ્ર દુનિયાનો સૈન્ય ખર્ચ 0.7 ટકા વધાર્યો અને આ 2113 અરબ ડોલર રહ્યો. અમેરિકાએ સમીક્ષાધીન વર્ષમાં 801 અરબ ડોલરનો સૈન્ય ખર્ચ કર્યો. જેમાં ગયા વર્ષની તુલનામાં 1.4 ટકાનો ઘટાડો થયો. અમેરિકાએ રક્ષા શોધ પર 24 ટકા ખર્ચ કર્યો તો હથિયાર ખરીદી પર 6.4 ટકા ઓછો ખર્ચ કર્યો. સૌથી વધારે સૈન્ય ખર્ચ કરનારા પાંચ દેશોની 2021માં કુલ સૈન્ય ખર્ચમાં 62 ટકા ભાગીદારી રહી. જ્યાં જીડીપીમાં ઘટાડો આવ્યો અને મોંઘવારીના બોજથી જનતા ઝઝૂમી રહી ત્યાં હથિયારો પર ખર્ચ 6.1 ટકા વધી ગયો.