અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા ક્રમાંકે આવી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ 123.1 અરબ ડૉલર હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તેઓએ Berkshire Hathaway ના વૉરેન બફેટને પણ પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. એટલે કે, વૉરેન બફેટ 121.7 અરબ ડૉલરની કુલ અંદાજિત નેટવર્થ સાથે હવે છઠ્ઠા સ્થાને આવી ગયા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા ક્રમાંકે છે. આ રીતે, વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં બે ભારતીયોનો સમાવેશ થાય છે. અંબાણીની કુલ નેટ વર્થ (મુકેશ અંબાણી નેટવર્થ) 103.70 અરબ ડૉલર આંકવામાં આવી.
ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX) ના પ્રમુખ એલન મસ્ક આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેઓની કુલ નેટવર્થ 269.70 અરબ ડૉલર હોવાનો અંદાજ છે. જેફ બેઝોસ 170.2 અરબ ડૉલરની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમાંકે છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમના પરિવારની કુલ સંપત્તિ અંદાજે 166.8 અરબ ડૉલર આંકવામાં આવી છે અને તેઓ આ યાદીમાં ત્રીજા સ્થાને છે.