વલસાડ : નકલી પાસપોર્ટ સાથે દમણના શખ્સ ઝડપાયો

Gujarat Fight

ગુજરાત ATSની ટીમે પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે દમણના શખ્સની અટકાયત કરી હતી. ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, દમણનો શખ્સ પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે દમણથી બાઈ રોડ મુંબઇ એરપોર્ટ આવી અને મુંબઈથી લંડનની ફ્લાઈટમાં લંડન જવાનો છે. જ્યાથી પોર્ટુગલ જેશે. ત્યારે આ બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે દમણ- મુંબઈ રોડ ઉપરથી ગણેશ ટંડેલ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

દમણ ખાતે રહેતો અને પોર્ટુગલનો નકલી પાસપોર્ટ ધારક ગણેશ ટંડેલ દમણથી મુંબઇ એરપોર્ટ અને ત્યાંથી લંડન બાદ પોર્ટુગલ જવાનો હોવાની બાતમી ATSની ટીમને મળી હતી. જે બાતમીના આધારે ATSની ટીમે દમણથી મુંબઈ જતા ગણેશ ટંડેલને રસ્તામાં અટકાવી પાસપોર્ટ ચેક કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. તેમજ આ શખ્સ સહિત અન્ય કેટલા લોકો પાસે નકલી પાસપોર્ટ છે તેમજ નકલી પાસપોર્ટ કાઢવ્યા બાદ કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *