વડોદરાના ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા ટાણે થયેલા કોમી તોફાનમાં સામેલ આરોપીને પીસીબી પોલીસે યાકુતપુરા વિસ્તારમાંથી ઝડપી પાડયો છે. અને વધુ તપાસ માટે ખંભાત પોલીસને સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રામનવમી નિમિત્તે આણંદ જિલ્લાના ખંભાતમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ તોફાન કર્યુ હતું.

આ ગુનામાં સામેલ આરોપીઓ ધરપકડના ડરથી ખંભાત છોડીને ભાગી ગયા હતા. દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,ખંભાતના તોફાનમાં સામેલ આરોપી યાકુતપુરા વિસ્તારમાં આવ્યો છે. તે હકીકતના આધારે પોલીસે યાકુતપુરા વિસ્તારમાં તપાસ કરતા જાવેદહુસેન અનવરહુસેન મલેક (રહે.શકરપુર બડી ફળિયા, તા.ખંભાત, જિ.આણંદ) તથા એક સગીર મળી આવ્યો હતો. સગીર પણ કોમી તોફાનમાં સામેલ છે.