
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટેસ્ટ ડ્રાઇવના નામે એક્સયુવી કાર લઇ તેમજ અન્ય એક કારના બોગસ પેપર બનાવનાર ફરાર આરોપીને બે વર્ષ બાદ ભાવનગરથી ઝડપી લીધો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર ભાવનગરના ફુલસર રોડ પર પ્રધાનમંત્રી આવાસના મકાનોમાં રહેતા આરોપી અશોક રાઘવભાઇ ઢીલાની ધરપકડ કરવામાં આવી છે. અશોક વડોદરામાં હરણી પોલીસ સ્ટેશન અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં કાર મામલે ઠગાઇના કેસમાં બે વર્ષથી ફરાર હતો.

અશોક ઢીલાએ વર્ષ 2020માં વડોદરાના હરણી વિસ્તારમાં રહેલા એક વ્યક્તિએ OLX પર વેચવા મુકેલી 12 લાખની કિંમતની એક્સયુવી કાર ખરીદવા કાર માલિકને 12 લાખનો ચેક આપ્યો હતો. સાથે તેણે ગાડીની ટેસ્ટ ડ્રાઇવ લેવી પડશે તેમ જણાવી ગાડી લઇ ફરાર થઇ ગયો હતો અને ચેકના રૂપિયા કાર માલિકને મળ્યા ન હતા. આ સિવાય આરોપી અશોક વર્ષ 2019માં ફાર્ચ્યુનર કારના ખોટા દસ્તાવેજ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હોવાના કેસમાં પણ સંડોવાયેલ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.