વડોદરામાં છેલ્લા 36 કલાકમાં નવા 2 કેસ નોંધાયા

Gujarat Fight

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 2 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,002 પર પહોંચી ગઇ છે. વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,228 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 17 પર સ્થિર રહી છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 8 લોકો ક્વોરન્ટીન છે. વડોદરામાં છેલ્લા 36 કલાકમાં ગોરવા અને ગોકુલનગર વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં છેલ્લા 36 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં કોરોનાના 2 કેસ નોંધાયો છે. ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો નથી.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *