લવ જેહાદ: મુસ્લિમ યુવકે ધર્મ છુપાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા

Gujarat Fight

ગ્વાલિયરમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ છુપાવીને હિન્દુ યુવતી સાથે મંદિરમાં લગ્ન કર્યા. પછી પોતાના બે ભાઈ અને મૌલાના પાસે રેપ કરાવ્યો. યુવતીનો આરોપ છે કે બે વખત તેનો ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો. છ મહિના સુધી બંધક બનાવીને જાનવરો જેવું વર્તન કરતા રહ્યા. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ પર કેસ ફાઈલ કર્યો છે. આરોપી ઈમરાન ખાન છે, જેને પોતાની ઓળખ રાજુ તરીકે આપી હતી અને લગ્ન કર્યા હતા. આ મામલે પ્રશાસને કાર્યવાહી કરીને આરોપીનો ડબરા સ્થિત મકાનનો ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યો છે.

22 વર્ષની પીડિતા ડબરા જંગીપુરાની રહેવાસી છે. તેને પોલીસને જણાવ્યું કે આરોપી જાન્યુઆરી 2021માં તેને એક કાર્યક્રમમાં મળ્યો હતો. તેને પોતાનું નામ રાજુ જાટવ જણાવ્યું હતું. અમારા વચ્ચે પહેલા મિત્રતા થઈ. 15 જૂન, 2021નાં રોજ ગ્વાલિયરથી ઈમરાન તેને ગાડીમાં ડબરા ફરવા લઈ ગયો. જ્યાં કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ નાખીને તેની સાથે રેપ કર્યો. તે ગર્ભવતી થઈ ગઈ તો પીડિતાએ પોતાની મમ્મી સુગ્ગાબાઈ સાથે મુલાકાત કરાવી. તેની માતાએ બદનામીનું જણાવીને મારો ગર્ભપાત કરાવ્યો.

18 સપ્ટેમ્બર, 2021નાં રોજ મંદિરમાં હિન્દુ રીતરિવાજથી ઈમરાને લગ્ન કર્યા. ગ્વાલિયરના સિટી સેન્ટરની એક હોટલમાં લગ્નની પાર્ટી પણ આપી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું કે લગ્ન પછી તે સાસરે પહોંચી, તો તેને આરોપીઓ મુસ્લિમ છે તેવી ખબર પડી. ઈમરાન અને તેમના ભાઈ પુન્ની તેમજ અમને તેની સાથે રેપ કર્યો. ત્રણેય ભાઈઓ તેનો રેપ કરતા હતા. મૌલાના ઓસામા ખાને પણ તેની પર રેપ કર્યો. મૌલાનાએ તેને કહ્યું હિન્દુ રીતરિવાજથી થયેલા લગ્ન તેમના ધર્મમાં માન્ય નથી, તેથી મુસ્લિમ રીતરિવાજથી લગ્ન કરવા પડશે. તેના નિકાહ કરાવી દીધા. જે બાદ તેને રેપ કર્યો. પતિ રૂમની બહાર જ ઊભો રહ્યો. સાસુ પણ બહારના લોકોને લઈ આવતી હતી અને તેનો રેપ કરાવતી હતી.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *