CBCA અને સુરત ડિસ્ટ્રીક્ટ વચ્ચે રિલાયન્સ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ટૂર્નામેન્ટ 2022ની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં સુરતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન સૂરતના આર્યા, ભાર્ગવ અને લક્ષ્યની ફિફ્ટીની સહાયથી ટીમે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાને 311 રન કર્યા હતા. જેના જવાબમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદે (CBCA) 47.5 ઓવરમાં 5 વિકેટના નુકસાને 312 રન કરી મેચ પોતાને નામ કરી લીધી હતી. આ દરમિયાન CBCAના ઓપનર્સ આદિત્ય (119) અને સૌરવે (108) સદી ફટકારી મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.

ટોસ હાર્યા પછી પહેલા બોલિંગ દરમિયાન CBCAના જયમીત, કથન, મનીષ અને આદિત્યે 1-1 વિકેટ લીધી હતી. તો નમન, સિદ્ધાર્થ અને સૌરવ એકપણ બેટરને આઉટ કરી શક્યા નહોતા. ટાર્ગેટ ડિફેન્ડ કરવા ઉતરેલા સૂરતના બોલર્સનું પ્રદર્શન સારુ નહોતું રહ્યું, ગુજરાતના બંને ઓપનર્સે સદી ફટકારી મેચમાં ટીમને મજબૂત પકડ બનવવામાં મદદ કરી હતી. જોકે સૂરતના લક્ષ્યે 2 વિકેટ લીધી હતી પરંતુ ટીમને જિતાડી શકવામાં તે સફળ નહોતો રહ્યો.