રાજ્યમાં બિનસચિવાલય ક્લાર્કની આજે પરીક્ષા યોજાઇ રહી છે. જેમાં 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. તથા 32 જિલ્લામાં 3243 કેન્દ્રો પર CCTVથી મોનીટરીંગ કરાશે. તેમજ પરીક્ષાને લઈને ST વિભાગ વધારાની બસો દોડાવશે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરાથી વધારાની બસો દોડાવાશે. ઉલ્લેખનીય છે કે પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશ પર પ્રતિબંધ છે. તથા 3 વર્ષ પહેલાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. તેમાં છેલ્લા 3 વર્ષમાં 3 વાર પરીક્ષા રદ કરવી પડી છે.

વિવાદોને કારણે 3 વખત નહીં લઈ શકાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આજે યોજાશે. પરીક્ષામાં સૌથી વધુ 1.88 લાખ ઉમેદવારો અમદાવાદના છે. જ્યારે રાજ્યમાંથી 10.45 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે. આ વખતે કોઈપણ પ્રકારનો ફિયાસ્કો ન થાય તે માટે પહેલીવાર જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે. જેનાથી પેપરની મુવમેન્ટ પર નજર રહેશે.
જાહેર પરીક્ષામાં પહેલીવાર તમામ ઉમેદવારોની હાજરી એપ્લિકેશનથી જ પુરાશે. ઉમેદવારોની વધારે સંખ્યાને કારણે શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો રખાયા છે. અમદાવાદ બહાર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે શનિવારથી જ એસટી બસની ફાળવણી કરાઈ છે. આ વખતે પહેલીવાર પરીક્ષા કેન્દ્ર પર દરેક ઉમેદવારનું મેટલ ડિટેક્ટર તેમજ ફિઝિકલ એમ બે વખત ચેકિંગ થશે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય દરમિયાન બંધ રાખવી ફરજિયાત છે. જો વેપારીઓ દુકાન ખુલ્લી રાખશે તો તેમની સામે પોલીસ ગુનો નોંધશે.