રાજકોટ : લીંબડી પાસે અકસ્માતમાં રાજકોટના ચાર યુવકના મોત

Gujarat Fight

અમદાવાદ હાઈ–વે પર લીંબડીથી પાણશીણા નજીક ખાનગી ટ્રાવેલ્સ અને રાજકોટથી રાજસ્થાન લગ્નમાં જઈ રહેલી ઈકો કાર વચ્ચે મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ વરરાજાના ભાઈ સહિત રાજકોટના ચાર યુવકોના મોત નિપયા હતા. યારે બેને ઈજા થતાં પ્રાથમિક લીંબડી અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈ–વે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પાણશીણા પોલીસ કાફલો પણ બનાવની ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ચારેય મૃતકોને પીએમ અર્થે લીંબડી હોસ્પિટલ યારે ઈજાગ્રસ્તોને રાજકોટ સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

બનાવની પોલીસના સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ રાજકોટના કોઠારિયા રોડ ઉપર રહેતા રાજસ્થાનના વતની યુવકના લગ્ન રાજસ્થાન લેવાયા હતા જેથી ઈકો કારમાં વરરાજાનો ભાઈ સાગર જગદીભાઈ પવાર (ઉ.વ.૨૭) અને અન્ય મિત્ર અનિલ બાલમુકુંદભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫), સંદીપ કિશોરભાઈ જોટાણિયા (ઉ.વ.૨૫) તથા રાઘવ સત્યપ્રકાશ અને રાજ મુકેશ કારમાં નીકળ્યા હતા. કાર ઈમરાન કરીમભાઈ શમા (ઉ.વ.૨૪) ચલાવતો હતો. રાત્રીના ૨ વાગ્યાના અરસામાં પાણશીણા પોલીસની હદમાં આવેલા લીંબડીના કટારિયા ગામ પાસે નવા ટોલટેકસના બાંધકામ નજીક કાર અમદાવાદથી રાજકોટ તરફથી આવતી મધુરમ ટ્રાવેલ્સ નામની ખાનગી લકઝરી બસ સાથે અથડાઈ પડી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ (મોરો) સાવ ચૂરો બોલી ગયો હતો. ઘટનાસ્થળે જ કારચાલક ઈમરાન, વરરાજાના ભાઈ સાગર, મિત્ર અનિલ અને સંદીપના મોત નિપયા હતા. યારે કારની પાછળની સીટમાં બેઠેલા રાઘવ અને રાજને ઈજાઓ થવા પામી હતી. બનાવના પગલે રાત્રીના જ પાણશીણાના પીએસઆઈ આર.જે. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો. ચારેય મૃતકોને લીંબડી હોસ્પિટલે પીએમ માટે ખસેડાયા ઉપરાંત બન્ને ઈજાગ્રસ્તને પણ લીંબડી લઈ જવાયા હતા યાં હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *