રાજકોટ કોંગ્રેસ કાળા માસ્ક પહેરી ધરણા કરે એ પહેલા અટકાયત

Gujarat Fight

આસામ પોલીસે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કરવાના મામલે રાજકોટ કોંગ્રેસે આજે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ કાળા માસ્ક પહેરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કલેક્ટર કચેરીએ મૌન ધરણાના કાર્યક્રમ યોજવાના હતા. પરંતુ આ કાર્યક્રમ યોજે એ પહેલા જ પ્રદ્યુમનનગર પોલીસે 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. જીજ્ઞેશ મેવાણીની ધરપકડને લઇને રાજકોટ કોંગ્રેસ આજે આક્રમક જોવા મળી હતી.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઇઓના બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે. આવી જ કાનૂની જોગવાઈનો દુરુપયોગ કરીને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તદન વાહિયાત કારણોસર ધરપકડ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજયની યાદ તાજી કરી છે. આ વિરોધ તેની સામે છે.

પોલીસ દ્વારા જ્યારે અટકાયત કરવામાં આવી રહી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની એક બાક એક ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. થોડીવાર માટે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ‘નહીં ચલેગી નહીં ચલેગી દાદાગીરી નહીં ચલેગી’, ‘સંવિધાન બચાવો દેશ બચાવો’ના સુત્રોચ્ચાર કર્યા હતા.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *