રાજકોટમાં 8 વર્ષના બાળકનું અગમ્ય કારણોસર મોત

Gujarat Fight

રાજકોટના રૈયાધારમાં 8 વર્ષના બાળકનું અગમ્ય કારણોસર બેભાન અવસ્થામાં જ મોત નિપજતા પરિવાર બારોબાર અંતિમવિધિ કરવાની તૈયારીમાં હતો. ત્યારે જ પોલીસ સ્મશાને દોડી ગઇ હતી અને મૃતદેહને સ્મશાનેથી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મચ્છો માની ડેરી સામે રહેતા હરભમભાઇ વીજાણી ઢોર ચરવાનું કામ કરે છે. તેને ત્રણ સંતાન છે જેમાં હાજા હરભમભાઇ વીજાણી (ઉ.વ.8) ગઇકાલે બપોરે તેના ઘર પાસે રમતો હતો ત્યારે કાંટો લાગ્યો છે તેવું રટણ કરતો ઘરમાં આવ્યો હતો.

જેથી પિતાએ તેને સુવડાવી દીધો હતો. સાંજના સમયે તેને ઉઠાડવા પ્રયાસ કર્યો હતો પણ બાળક ન ઉઠતા તેનું મોત થયું હોવાની જાણ થતા પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલે લઇ જવાના બદલે મૃતદેહને અંતિમ વિધિ માટે સાંજે સાતેક વાગ્યે સ્મશાને લઇ ગયા હતા. જયાં સ્મશાને હાજર કર્મચારીને આ વાતની જાણ થઇ કે, બાળકને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો નહોતો, જેથી તુરંત તેણે યુનિવર્સિટી પોલીસ મથકે જાણ કરતા હેડ કોન્સ. ઇકબાલભાઇ સ્ટાફ સ્મશાને પહોંચ્યા હતા. બનાવની હકીકત જાણી પોલીસે સ્મશાનેથી જ બાળકના મૃતદેહનો પોસ્મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *