સૌરાષ્ટ્રમાં લોકડાયરો હોય અને તેમાં રૂપિયાનો વરસાદનો થાય તેવી એક પણ વખત બને નહી. ત્યારે ગત રવિવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લેઉઆ પટેલ સમાજ ભવનની નામકરણ વિધિ યોજાઈ હતી. આ સાથે વિકાસના કામોના લોકર્પણ તેમજ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.આ ડાયરામાં હજાર પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો. સાથે જયેશ રાદડિયા પણ લોકડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા નજરે પડ્યા હતા.

સામાન્ય રીતે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડાયરામાં ઘોળ ઉડાડવાની પરંપરા રહી છે એટલે કે લોકો ડાયરામાં લોક સાહિત્યની વાતો પર અથવા તો ભજન કે કોઈ પણ વાત કે ભજન કે ગીતો માં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય છે. ત્યારે ગઈકાલે પણ જામકંડોરણાના સાજડીયારી ગામમાં જે ગાયોના લાભાર્થે લોક ડાયરો યોજાયો તેમાં પણ રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં લોક ડાયરો અને સંતવાણીનું અનેરૂ મહત્વ છે. હાલ ઠેર ઠેર લોક ડાયરા અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો વરસાદ કરતા નજરે ચડે છે.