રાજકોટમાં સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તપાસ કરતાં પેટમાં 5 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પૂછપરછ કરતા પાડોશમાં રહેતા બિહારી શખ્સે ‘કોઈને કહીશ તો મારી નાખીશ’ કહી સગીરા પર દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાનું સગીરાએ કહ્યું હતું. રાજકોટના કાલાવડ રોડ મેટોડા નજીક જીઆઈડીસી પાસે ઓરડીમાં રહેતી સગીરાના ઘરમાં ઘુસી ધમકાવી બળજબરીથી બિહારી શખ્સે દુષ્કર્મ આચરી બનાવ અંગે કોઈને વાત કહીશ તો તને અને તારી માતા અને બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સગીરાની માતાએ લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવને આધારે લોધિકા પોલીસે નરાધમ શખ્સ સામે પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,મેટોડા જીઆઈડીસીમાં રહેતી એક સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં ખસેડાતા સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું તબીબે તપાસી જણાવ્યું હતું. આ અંગે તેની માતાએ પૂછપરછ કરતા પાંચેક માસ પહેલા તેના ઘર પાસે ઓરડીમાં રહેતો અને મજુરીકામ કરતો બિહારનો વિકાસ તાતી નામના શખસે ઘરમાં ઘુસી બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હોવાનું અને આ વાત કોઈને કહીશ તો તને અને તારી માતા અને તારી બહેનને પતાવી દઈશ તેવી ધમકી આપ્યાનું જણાવતા લોધિકા પોલીસમાં માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પીએસઆઈ એચ.આર જાડેજાએ પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.