શાહરુખ ખાને ફિલ્મમેકર રાજકુમાર હિરાની સાથેની અપકમિંગ ફિલ્મ ‘ડંકી’ની ઑફિશિયલ જાહેરાત કરી છે. સો.મીડિયામાં શાહરુખે વીડિયો શૅર કરીને ફિલ્મનું ટાઇટલ શૅર કર્યું હતું. આ ફિલ્મ રાજકુમાર હિરાનીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. રાજકુમાર હિરાની અને શાહરુખ પહેલી જ વાર સાથે કામ કરી રહ્યા છે.

આ ફિલ્મને જિયો સ્ટૂડિયો, રેડ ચિલીઝ તથા રાજકુમાર હિરાની ફિલ્મ્સ સાથે મળીને પ્રેઝન્ટ કરશે. ફિલ્મમાં શાહરુખ-તાપસી પન્નુ લીડ રોલમાં છે. ફિલ્મને રાજકુમાર હિરાની, અભિજાત જોશી તથા કનિકા ધિલ્લોને લખી છે. ફિલ્મ 22 ડિસેમ્બર, 2023ના રોજ રિલીઝ થશે.
રાજકુમારે ફિલ્મ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘મારી કરિયરમાં હંમેશાં શાહરુખ મારા વિશ લિસ્ટમાં હતો. અનેકવાર સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે અમે ‘ડંકી’માં સાથે જોવા મળીશું. તાપસી પન્નુએ કહ્યું હતું, ‘હું આ જર્નીને શરૂ કરવા અને ફિલ્મનો હિસ્સો બનવા માટે ઉત્સાહી છું.