રશિયા-યૂક્રેન યુદ્ધને રોકવા માટે આગળ આવ્યુ UN

Gujarat Fight

રશિયા અને યૂક્રેન યુદ્ધને 59 દિવસ થઇ ચૂક્યા છે, પરંતુ યુદ્ધ હજુ પણ અટકવાનુ નામ નથી લઇ રહ્યું. રશિયન સેનાએ યૂક્રેનના કેટલાય શહેરોને તબાહ કરી દીધા છે. હવે આ બધાની વચ્ચે UNને ચિંતા થવા લાગી છે, અને તેને યુદ્ધ રોકવા અને શાંતિ સ્થાપવા માટે પહેલ કરી છે,

રિપોર્ટ છે કે, UNના પ્રમુખ એન્ટોનિયો ગુટેરસ આગામી અઠવાડિયે રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે, સંયુક્ત રાષ્ટ્રે એક નિવેદનમાં કહ્યું કે, UN પ્રમુખ એન્ટોનિયો ગુટેરસ આગામી અઠવાડિયે ગુરુવારે ઝેલેન્સ્કી અને યૂક્રેનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ આગામી સપ્તાહે ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે તે પહેલા તે મૉસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યુદ્ધના મામલે મુલાકાત કરશે. ક્રેમલિને ગુરુવારે પુષ્ટી કરી છે કે વ્લાદિમીર પુતિન મંગળવારે એન્ટોનિયો ગુટેરેસને મળશે.

24 ફેબ્રુઆરીથી રશિયા યૂક્રેન પર સતત હુમલાઓ કરી રહ્યું છે, અને તેના કેટલાય મોટા શહેરોને તબાહ કરી દીધા છે, હવે રશિયાન સેના કીવ પર કબજો જમાવવા માટે એડીચોટીનુ જોર લગાવી રહી છે. આ વાતને લઇને યૂક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી ચિંતિત છે. યૂક્રેનની સાથે સાથે હવે UN પણ યુદ્ધ રોકવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *