રશિયાએ યુક્રેનના રેલવે માર્ગ અને ફ્યુઅલ ફેસિલિટીઝને નિશાન બનાવીને હુમલા યથાવત રાખ્યા હતા, પરંતુ મારિયોપુલમાં એક તરફી યુદ્ધવિરામની જાહેરાત કરીને ઔદ્યોગિક વિસ્તારમાં ફસાયેલા નાગરિકોને બહાર નીકળવાની અપીલ કરી હતી. બીજી તરફ અમેરિકન વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ યુક્રેનની મુલાકાત કરી હતી અને વધુ સહાયરાશિની જાહેરાત કરી હતી.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી લોઈડ જ્યોર્જ અચાનક ીવ પહોંચી ગયા હતા. તેઓની આ મુલાકાતની આગોતરી જાહેરાત જ કરાઈ ન હતી. એક તરફ યુક્રેનને રાજદ્વારી ટેકો મજબુત રીતે આપ્યો હતો, તો બીજી તરફ યુદ્ધગ્રસ્ત યુક્રેનને વિદેસમાંથી પણ શસ્ત્રો ખરીદવા પડે તો તે માટે તેને ૩૦ કરોડ ડોલરની સહાય માટે વચન આપવા સાથે ૧૬૦૫ કરોડ ડોલરનાં શસ્ત્રો આપવાનું વચન આપ્યું હતું.

આ સાથે આ બંનેએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને જણાવ્યું હતું કે પ્રમુખ જો બાઈડન, માત્ર ટુંક સમયમાં જ યુક્રેન ખાતેના અમેરિકાના રાજદુતનું નામ જાહેર કરવાના છે અને યુદ્ધ શરૂ થયું તે પહેલાં જ અમેરિકાના જે રાજપુરષોએ યુક્રેન છોડી દીધું હતું. તેઓ ફરી પાછા આગામી સપ્તાહે જ યુક્રેનમાં આવી જશે. બંનેએ મળીને કુલ ૭૧ કરોડ ડોલરની સંરક્ષણ સહાય જાહેર કરી હતી. એટલું જ નહીં, યુક્રેનના ૧૫ સાથી દેશો વતી કુલ ૧૦૦ કરોડ ડોલરની સહાય રકમ પણ જાહેર થઈ હતી. અમેરિકાએ યુક્રેનને વધુ આર્થિક-લશ્કરી સહાયની જાહેરાત પણ કરી હતી.
અમેરિકાએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૩.૭ અબજ ડોલરની સહાય જાહેર કરી છે. અમેરિકાના બંને નેતાઓએ યુક્રેનના યુદ્ધનિષ્ણાતો પાસેથી યુદ્ધની માહિતી મેળવી હતી. વિદેશી મંત્રી એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને જણાવ્યું હતું કે યુક્રેનને જો પૂરતો શસ્ત્ર સરંજામ મળી શકે તો, તે રશિયા સામેનાં યુદ્ધમાં વિજયી બની જ શકે તેમ છે. રશિયાને આ યુદ્ધમાં મોટો ફટકો પડયો છે. રશિયાએ અસંખ્ય સૈનિકો અને શસ્ત્રો ગુમાવવા પડયા છે.