યુક્રેન અને રશિયા વચ્ચેના જંગનો અંત દેખાઈ રહ્યો નથી. રશિયાએ યુક્રેનને ખંડેર જેવુ બનાવી દીધુ છે તો યુક્રેન પણ મચક આપી રહ્યુ નથી.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીએ જંગ શરુ થયા બાદ રશિયાની 100 ટેન્ક, 200 વિમાનો તેમજ બીજા 2500 લશ્કરી વાહનો યુક્રેને તબાહ કરી નાંખ્યા છે.રશિયાએ હવે યુક્રેન સામે મોટા પાયે મિસાઈલોનો ઉપયોગ કર્યા વગર છુટકો રહ્યો નથી.

ઝેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, રશિયાને યુક્રેને જે રીતે જવાબ આપ્યો છે તેના કારણે રશિયા નબળુ પડી ગયુ છે. રશિયા પાસે અમારા પર હુમલો કરવા માટે હથિયારો હશે પણ અત્યાર સુધીમાં તેને એટલુ નુકસાન થયુ છે કે, નવ મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિકટરી પરેડમાં પ્રદર્શિત કરવા માટે તેની પાસે હથિયારો બચ્યા નથી. યુક્રેનના મારિયુપુલ શહેરના મેયરે કહ્યુ હતુ કે, રશિયાએ નાઝી સૈન્યની જેમ જ વર્તાવ કર્યો છે. જર્મન સૈન્યે જ્યારે વિશ્વ યુધ્ધ દરમિયાન કબજો કર્યો હતો ત્યારે 10000 લોકોને મારી નાંખ્યા હતા. રશિયન સેના અમારા શહેરના 20000 લોકોને મોતને ઘાટ ઉતારી ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.