રશિયાના સેન્ટ્રલ પ્રાંત ઉલ્યાનોવસ્કના એક બાળમંદિરમાં હથિયારધારી એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં ચાર બાળકોના મોતની ખબર છે. ઉલ્યાનોવસ્ક પ્રાંતની એક આંગણવાડીમાં જ્યારે બાળકો ભણી રહ્યાં હતા ત્યારે અચાનક એક હથિયારધારી શખ્સ અંદર ઘૂસી આવ્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યો હતો. અચાનક ગોળીબાર થતા શિક્ષકો અને બાળકોમાં હાહાકાર મચી ગયો હતો અને તેઓ જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ ગયા હતા. હુમલાખોરનો ઈરાદો વધારેમાં વધારે લોકોને મારી નાખવાનો હતો.

રિજિનલ ઓથોરીટીએ રશિયન સમાચાર સંસ્થા તાસને કહ્યું કે અમે ગોળીબારની પુષ્ટિ કરીએ છીએ કે ચાર લાશ મળી છે જેમાં બે બાળકો પણ સામેલ છે. એક શખ્સ બાળમંદિરમાં ઘુસી આવ્યો હતો અને ભણી રહેલા બાળકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે જેમાં બે બાળકો પણ સામેલ છે. ગોળીબાર થતા બાળકો જ્યાં જ્યાં છુપાવવાની તક મળી ત્યાં છુપાઈ ગયા હતા. હુમલા બાદ હુમલાખોરે આપઘાત કર્યો હતો.