રશિયન રાષ્ટ્રપતિ પુતિન સામે ઝૂક્યા ચાર યુરોપિયન દેશ

Gujarat Fight

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. પશ્વિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. જેની સામે કાર્યવાહી કરતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદનારા દેશોને રૂબલ (રશિયન ચલણ)માં ચૂકવણી કરવા કહ્યુ હતું. પુતિને ધમકી આપી હતી કે જો કોઇ ખરીદદાર દેશ રૂબલમાં પેમેન્ટ નહી કરે તો તેને ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવશે.

યુરોપના ચાર દેશોએ પુતિનની આ શરતનો સ્વીકાર કર્યો છે અને રશિયાના ચલણ રૂબલમાં જ ગેસની ખરીદી કરી રહ્યા છે. જો કે આ ચાર દેશોના નામ આપવામાં આવ્યા નથી. રશિયાની દિગ્ગજ ગેસ કંપની ગઝપ્રોમ પીજેએસસીના સૂત્ર અનુસાર, ચાર યુરોપિયન ગેસ ખરીદદારોએ રૂબલ્સમાં સપ્લાય માટે ચૂકવણી કરી દીધી છે. ક્રેમલિનની શરતો સમક્ષ અનેક દેશો ઝૂકી રહ્યા છે. નોંધનીય છે કે રશિયાએ પોલેન્ડ અને બુલ્ગારિયાને ગેસ સપ્લાય બંધ કરી દીધો.

રશિયા યુરોપના 23 દેશોને પાઇપલાઇન દ્વારા ગેસ સપ્લાય કરે છે. પુતિને કહ્યું હતું કે રશિયન ગેસના ખરીદદારોએ રશિયન બેન્કોમાં રૂબલ એકાઉન્ટ ખોલવા જોઇએ. એક એપ્રિલથી સપ્લાય કરવામાં આવેલ ગેસની ચૂકવણી આ ખાતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો રૂબલ ખાતામાંથી ચૂકવણી કરવામાં નહીં આવે તો રશિયા ખરીદદારોને ડિફોલ્ટર તરીકે ગણશે અને તેઓએ પરિણામ ભોગવવું પડશે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *