ઉત્તરપ્રદેશના કનૌજ જિલ્લાના હેલ્થ સેન્ટરમાંથી કોરોના વેક્સિનનો જથ્થો કચરામાંથી મળી આવ્યો હતો. એ પછી ચીફ મેડિકલ ઓફિસરે તપાસનો આદેશ આપ્યો છે. જિલ્લા મેડિકલ અધિકારીએ કહ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. વેક્સિનનો જથ્થો કચરામાં કેવી રીતે પહોંચી ગયો તેની તપાસ હાથ ધરાઈ છે. આવી બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલો પ્રમાણે કોવિશિલ્ડના ૧૦ ડોઝ કચરામાં પડયા હતા. સામાન્ય રીતે ૧૦ લોકોને ડોઝ આપવાનો હોય ત્યારે ૧૦ ડોઝનું એક પેકેટ ખોલવામાં આવતું હોય છે. એવું જ પેકેટ ખોલ્યા વગર કચરામાં ફેંકી દેવાયું હતું. એ દરમિયાન ઘણાં સ્થાનિક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમણે બીજો ડોઝ લીધો નથી છતાં તેમને બીજો ડોઝ લીધો હોવાના મેસેજ મળી રહ્યા છે. આ બાબતે પણ કેટલાક લોકોએ હેલ્થ સેન્ટર્સમાં ફરિયાદ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.