યુક્રેનના 5 લાખ નાગરિકોને પુતિને ટાપુ પર રહેવા મોકલી દીધા

Gujarat Fight

યુક્રેન સામે જંગ છેડનારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ક્રુરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે તે માનવામાં આવે તો પુતિને યુક્રેનના પાંચ લાખ નાગરિકોને રશિયાના પૂર્વ વિસ્તારમાં આવેલા સખાલિન ટાપુ પર રહેવા માટે મોકલી દીધા છે. આ ટાપુ રહેવા માટે મુશ્કેલ પરિસ્થિતિઓ માટે કુખ્યાત છે.

અહીંથી ભાગવુ કોઈના માટે શક્ય નથી. આ નાગરિકોને ટાપુ પર કેદ કર્યા બાદ કહેવામાં આવ્યુ છે કે, અહીંથી તમે બે વર્ષ સુધી નહીં જઈ શકો. સખાલિન ટાપુ રશિયાનો સૌથી મોટો ટાપુ છે અને અહીંયા 1.27 લાખ રશિયન લોકો પહેલેથી જ રહે છે. મોટાભાગની વસતી માછીમારી પર અને એનર્જી પ્રોડક્શન પર નિર્ભર છે. અહીંયા રહેતા લોકો રશિયન મિલિટરીને પસંદ કરે છે.

બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન આ ટાપુ પર રશિયાનો કબ્જો થઈ ગયો હતો. 1945 પહેલા તે જાપાનના નિયંત્રણમાં હતો. આ રશિયાના સૌથી ઠંડા વિસ્તારોમાંનો એક વિસ્તાર છે. એવુ મનાય છે કે, યુક્રેનના નાગરિકો પાકે કામ કરાવાશે અથવા તેમને રશિયન નાગરિક બનવા માટે મજબૂર કરાશે. રશિયાના સરકારી ટીવીના એક જાણકારનુ કહેવુ છે કે, પુતિનનો ઈરાદો યુક્રેની હોવાના વિચારને લોકોના મગજમાંથી ખતમ કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *