મેહુલ ચોક્સીની સ્થાવર મિલકત જપ્ત કરવાનો IT નો આદેશ

Gujarat Fight

હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીની માલિકીની ઈગતપુરીમાં આવેલી રૃ. ૭૦ કરોડથી વધુ કિંમતની ૧૦૦ એકરમાં પથરાયેલી સ્થાવર મિલકત જપ્ત કરવાનો આદેશ આવકવેરા ખાતાની એડજુડિકેટિંગ ઓથોરિટીએ આપ્યો છે. આ આદેશ સુધારિત પ્રોહિબિશન ઓફ બેેનામી પ્રોપર્ટી ટ્રાન્સેક્શન એક્ટ હેઠળ અપાયો છે. આવો આદેશ ભાગ્યે જ અપાયો હોવાનું સંભળાય છે અને આવકવેરા ખાતાના સૂત્રોને તાજેતરમાં આવે કોઈ આદેશ અપાયોનું સ્મરણ નથી. આવક વેરા ખાતું હવે આ મિલકત લીલામી માટે પોતાના તાબામાં લેશે. ૨૦૧૬માં કાયદામા ંસુધારો કરાયો હતો અને આઈટી વિભાગે ઈગતપુરીની મિલકત ૨૦૨૦માં ટાંચમાં લીધી હતી.

ચોક્સી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) ફ્રોડ કેસમાં ભાગેડુ ઘોષિત કરાયો છે અને આઈટી ઓક્શનને પડકારવા કોઈ આવ્યું નહોતું.આને લીધે બે જ વર્ષમાં આખી પ્રક્રિયા પાર પાડવામાં ઓથોરિટીને મદદ થઈ હતી. નાશિક મલ્ટિ સર્વિસીસ એસઈઝેડ લિ.ના નામે અ ામિલકત ખીદવામાં આવી હતી. મુંડેગાંવ ગામ ખાતે આ મિલકત આવેલી છે અને ચોક્સી કંપની ગીતાંજલિ જેેમ્સે તેની ચુકવણી કરી હતી. બોગસ લેટર ઓફ અંડરટેકિંગ મારફત પીએનબી સાથે રૃ. ૬,૨૦૦ કરોડનું ફ્રેડ કરવા બદલ સીબીઆઈ અને ઈડી ચોક્સી અને તેની કંપનીની તપાસ કરી રહી છે. મુંબઈ આઈટી ડિરેક્ટોરેટ કરચોરીના કેસની તપાસ કરી રહ્યું છે.

અગાઉ આઈટીએ વિવિધ કેસોમાં કાયદા હેઠળ રોકડ અને અન્ય મિલકત ટાંચમં લીધી છે પણ તે અંતિમ આદેશ બાદ લેવાઈ છે, પણ પહેલી વાર ૨૦૧૬મા કાયદામા સુધારો થયા બાદ પહેલી વાર સ્થાવર મિલકત સંબંધી જપ્તીનો આદેશ બહાર પડાયો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. શંકાસ્પદ બેનામી મિલકતની જપ્તી બાદ આઈટીએ એડજુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ વિસ્તૃત અહેવાલ ફાઈલ કરવાનો રહે છે જ્યાં અસરગ્રસ્ત પક્ષકાર પગલાંને પડકારી શકે છે. જો અસરગ્રસ્ત પક્ષકાર એડજ્યુડિકેટિંગ ઓથોરિટીના આદેશથી સંતુષ્ટ નહોય તો ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. ચોક્સીના કેસમાં કોઈ આઈટીના પગલાંને પડકારવા આવ્યું નહોતું આથી સપ્ટેમ્બરમા ટાંચને સમર્થન અપાયું છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *