
કોરોના મહામારી ભારતમાંથી વિદાય લઇ રહી હતી તેવા સંજોગોમાં મુંબઇમાં એક મહિલાને કોરોનાનો નવો સબ વેરિએન્ટ ગણાતા XE સંક્રમણ થયું હોવાના સમાચારથી સનસનાટી વ્યાપી ગઇ હતી. બીએમસીએ બુધવારે સાંજે આ માહિતી આપતા લોકોને ચોથી લહેર આવવાનો ડર સતાવવા લાગ્યો હતો.
જો કે પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા XE વેરિએન્ટ હોવાની પુષ્ટિ કરવામાં નહી આવતા નવા વેરિએન્ટ અંગેનું સસ્પેન્સ શરુ થયું છે. અગાઉ થોડાક કલાક પહેલા બીએમસી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 50 વર્ષની એક મહિલાને નવા XE વેરિએન્ટથી સંક્રમણ થયું હતું. એટલું જ નહી આ મહિલા અગાઉ વેકિસનના બંને ડોઝ પણ લીધા હતા.
બીએમસીના દાવા પછી કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય અને રોગ નિષ્ણાતો સચેત બની ગયા હતા. એવું માનવામાં આવે છે કે નમૂના સંબંધી ફાઇલને XE વેરિએન્ટ ગણવામાં આવે છે. આ સંસ્કરણનું જીનોમિક બંધારણ XE સંસ્કરણની જીનોમિક તસ્વીર સાથે સંબંધિત નથી.