ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે ગુજરાતમાં ત્રીપાખીયો જંગ જામશે. આમ આદમી પાર્ટીએ મીશન 2022 માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે આ મિશનના ભાગ રૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. 1 લી મેના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. તેઓ સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે તેવી શક્યતા છે. તો બીજી તરફ 1 લી મેના રોજ ગુજરાતનો છે સ્થાપના દિવસ પણ છે. અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે.

તો બીજી તરફ આજે તાપીના સોનગઢ ખાતે કોંગ્રેસનું યુવા સ્વાભિમાન સંમેલન યોજાયું છે. બેરોજગારી અને ગુજરાતના યુવાનોનોના વિવિધ મુદ્દે યોજાશે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન યોજાયું છે. સોનગઢ નગરમાં યુથ કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવશે બાદમાં દશેરા કોલોની ખાતે સંમેલન યોજાશે. આ સંમેલનમાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.બી.શ્રી નિવાસજી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ હાજર છે. કોંગ્રેસ પક્ષ વચ્ચે ચાલતી નારાજગી વચ્ચે હાર્દિક પટેલ કોંગ્રેસ સંમેલનમાં હાજરી આપી છે.