મિશન 2022 : પ્રિયંકા ગાંધી મે મહિનામાં ગુજરાત આવે તેવી શક્યતા

Gujarat Fight

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે જોરશોરથી પ્રચાર આરંભી દીધો છે. કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતના પ્રવાસો કરવા માંડ્યાં છે. ત્યારે કોંગ્રેસમાં પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. રાજ્યના ચાર ઝોનમાં યોજાનાર મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસના સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, આગામી સમયમાં આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સમેલન અંગેની તૈયારીઓ શરૂ કરાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનુ આયોજન છે. આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારક અને યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો અંકે કરવા માટે કોંગ્રેસે પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. સૂત્રો કહે છે કે પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં મધ્ય ગુજરાતમાં આવશે અને પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે. તેમજ ભાજપ સામે કઈ રીતે જીતી શકાય તેનું માર્ગદર્શન આપશે. ઉપરાંત કયા જિલ્લામાં અને કયા વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે તેની વિગતો મેળવશે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *