તાન્હાજી અને આદિપુરુષ જેવી ફિલ્મોના ડાયરેક્ટર ઓમ રાઉતે અભિષેક બચ્નને પોતાની નવી ફિલ્મ માટે ઓફર આપી હોવાનું કહેવાય છે. જોકે, આ ઓફર હજુ પ્રાથમિક તબક્કામાં છે. અભિષેક પાસે હાલ એસએસેએસ-૭ નામની તામિલ ફિલ્મનાં સમાંતર બની રહેલાં હિંદી વર્ઝન ઉપરાંત આર બાલ્કીની ઘૂમર હાથ પર છે. ઘૂમરમાં તે ફરી એકવાર પિતા અમિતાભ સાથે દેખાવાનો છે. તાજેતરમાં ઓટીટી પર તેની ફિલ્મ દસવી રિલીઝ થઇ છે. આ ફિલ્મ તેના નબળા અને બાલિશ સ્ક્રિનપ્લે માટે ટીકાને પાત્ર બની છે.

જોકે, પિતા અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં અભિષેકની એક્ટિંગનાં બહુ જ વખાણ કર્યાં હતાં. અભિષેકની થિયેટરમાં છેલ્લે મનમર્ઝિયાં ફિલ્મ ૨૦૧૮માં આવી હતી પરંતુ તે ફ્લોપ ગઈ હતી. તે પછી ઓટીટી પર લ્યુડો, બોબ બિશ્વાસ અને ધી બિગ બુલ જેવી ફિલ્મો આવી ચુકી છે. આમ છેલ્લા કેટલાય સમયથી તેની ફિલ્મો માત્ર ઓટીટી પર રિલીઝ થઇ રહી છે. ઓમ રાઉત એક નવી એકશન ડ્રામા ફિલ્મનું આયોજન કરી રહ્યા છે. તે માટે તેમણે અભિષેકનો સંપર્ક સાધ્ય ોછે. જોકે, હજુ સુધી આખરી નિર્ણય લેવાયો નથી.