માણસાનાં ગલથરા રોડ ઉપર ખેતરમાં જુગારની બાઝી માંડીને બેઠેલા પાંચ જુગારીઓને માણસા પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ પાડીને ઝડપી લીધા છે. જુગારીઓ પાસેથી 18 હજાર 911 રોકડા, ત્રણ મોબાઈલ અને બોલેરો ગાડી, જુગાર નું સાહિત્ય મળીને 3.26 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માણસા પોલીસ મથકની ટીમ ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલીંગમાં નીકળી હતી. તે વખતે બાતમી મળી હતી કે, માણસાથી ગલથરા રોડ ઉપર આવેલ રાજેન્દ્ર અંબાલાલ પટેલના ખેતરમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમવા માટે બેઠા છે. જેનાં પગલે પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાને ચારે દિશામાંથી કોર્ડન કરી લીધી હતી.

બાદમાં ખેતરમાં જઈને તપાસ કરતાં પાંચ ઈસમો કુંડાળું વળીને જુગાર રમતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેમની પૂછતાંછ કરતાં જુગારીઓએ પોતાના નામ ભિખાજી સોમાજી ઠાકોર (ગુલાબપૂરા), પ્રવીણ કાળીદાસ પટેલ (માણસા), પરબત આતાજી ઠાકોર (વાવ દરવાજા), મૂકેશ નારાયણભાઈ પટેલ (રાણીયાપૂરા) તેમજ રાજેન્દ્ર અંબાલાલ પટેલ (હનુમાનપૂરા) હોવાનું જમાવ્યું હતું. બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતી લેતા 16 હજાર 730 રોકડા તેમજ દાવ પરથી રૂ. 2181, ત્રણ મોબાઈલ ફોન તેમજ એક બોલેરો ગાડી મળીને કુલ 3 લાખ 25 હજાર 910 નો મુદ્દામાલ જપ્ત કરી લઈ પાંચેય જુગારીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.