ભારતે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ

Gujarat Fight

લદ્દાખ મોરચે ભારતે સતત બીજા દિવસે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, લદ્દાખમાં જ સરહદ પર લાંબા સમયથી ભારત અને ચીનની સેના આમને સામને તૈનાત છે. ડીઆરડીઓના અધિકારીઓએ કહ્યુ હતુ કે, પરિક્ષણ સફળ પૂરવાર થયુ છે. મિસાઈલે સચોટ નિશાન લઈને એક ડમી ટેન્કનો ખાતમો બોલાવ્યો હતો. હેલીના નામના આ મિસાઈલને ભારતમાં જ બનેલા એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

આ મિસાઈલ ફાયર એન્ડ ફરગેટ એટલે કે એક વખત લોન્ચ કર્યા બાદ તે આપોઆપ ટાર્ગેટ પર પ્રહાર કરવાની ટેકનોલોજી પર કામ કરે છે. આ પહેલા રાજસ્થાનમાં પણ તેનુ પરિક્ષણ કરવામાં આવ્યુ છે. આ મિસાઈલ સાત કિમી દુર સુધીના ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આ પરીક્ષણ ભારતીય વાયુસેના અને ભારતીય સેના દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યુ હતુ. આ પહેલા ડીઆરડીઓ સોલિટ ફ્યુલ ડકટેડ રેમજેટ નામની પ્રણાલીનુ પણ ઓરિસ્સા ખાતે સફળ પરીક્ષમ કરી ચુકયુ છે. આ સિસ્ટમથી હવામાંથી હવામાં પ્રહાર કરતી મિસાઈલની ક્ષમતા વધારી શકાશે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *