ભારતીય સેનાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યાના એક દિવસ બાદ જનરલ મનોજ પાંડેએ મીડિયા સાથે આજે વાતીત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમારી પહેલી પ્રાથમિકતા આવનારા પડકારોને પહોંચી વળવા માટે સર્વોચ્ચ કક્ષાની વ્યૂહાત્મક તૈયારી માટે હશે. સૈન્યના આધુનિકકરણ અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રાધાન્ય અપાશે.લેટેસ્ટ ટેકનોલોજી વડે ભારતીય સેનાને વધારે મજબૂત કરવામાં આવશે. સાથે સાથે સૈન્ય વ્યવસ્થામાં જે પણ સુધારા અને પરિવર્તન થઈ રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગુ છું.

તેમણે કહ્યુ હતુ કે, ભૌગોલિક અને રાજકીય સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને સેના સામે ઘણા પડકારો છે. ભારતીય સેના પોતાની સહયોગી પાંખ સાથે સમન્વય કરીને કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર રહેશે. તેમણે કહ્યુ હતુ કે, મારા માટે ભારતીય સેનાનુ નેતૃત્વ કરવુ ગર્વની વાત છે.જે જવાબદારી મને સોંપવામાં આવી છે તેનો હું પૂરી વિનમ્રતા સાથે સ્વીકાર કરુ છું. ભારતીય સેનાનો ગૌરવપૂર્ણ ઈતિહાસ રહ્યો છે. દેશની સુરક્ષાને અકબંધ રાખવાનુ કામ ભારતીય સેનાએ બખૂબી પૂર્વક કર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.