ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16,522 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,223 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,21,341 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 18,71,95,781 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 3,64,210 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ 0.84 ટકા છે.
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોવિડની વધતી જતી સ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલે દેશના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. પીએમ મોદી સાથે આ બેઠકમાં વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને તેમના મંત્રાલય સાથે સંબંધિત અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.