ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ XE ની એન્ટ્રી થઇ

Gujarat Fight

કોરોના વાયરસ બહુરૂપી વાયરસ છે અને તેના નવા નવા વેરિએન્ટ સતત આવતા જાય છે જે દુનિયાને હેરાન પરેશાન કરતા રહે છે. ભારતમાં હાલમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. રોજ 2 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોવિડ-19ના XE વેરિએન્ટનો એક કેસ કન્ફર્મ થયો છે. ભારતીય સાર્સ-સીઓવી2 જીનોમિક્સ સીક્વેન્સિંગ કન્સોર્ટિયમ (INSACOG) ના નવા બુલેટિનમાં આ જાણકારી જાણવા મળી છે.

જો કે મંગળવારે બહાર પડેલા આ બુલેટિનમાં એ માહિતી જણાવાઈ નથી કે આ વેરિએન્ટ દેશના કયા ભાગમાં જોવા મળ્યો છે. કોરોના વાયરસના આ વેરિએન્ટનો સૌપ્રથમ કેસ બ્રિટનમાં 19 જાન્યુઆરીએ નોંધાયો હતો. એક્સઈ વેરિએન્ટ અન્ય વેરિએન્ટની સરખામણીમાં 10 ગણો વધુ ચેપી છે. પ્રાથમિક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે અત્યાર સુધીના તમામ વેરિએન્ટની સરખામણીએ તે 10 ગણી વધુ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ લે છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં તે ચિંતાનું કારણ બન્યો છે.

આ બાજુ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) નું આ સંદર્ભે કહેવું છે કે કોરોનાનો આ નવો વેરિએન્ટ બે અલગ અલગ વેરિએન્ટથી બનેલો છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના આ બે સ્વરૂપ છે. પહલો ઓમિક્રોન બીએ.1 અને બીજો બીએ.2. આ બે વેરિએન્ટના કોમ્બિનેશનથી આ નવો વેરિએન્ટ બનેલો છે. અત્રે જણાવવાનું કે કોઈ નવું કોમ્બિનેશન ત્યારે તૈયાર થાય જ્યારે કોઈ વ્યક્તિ એક કરતા વધુ વેરિએન્ટથી સંક્રમિત થયો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *