ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિસ્ફોટક્ નિવેદન આપતા કહ્યું હતું કે ભારતમાં જ તેઓ વિરુદ્ધ એક ગેંગ હતી જે તેઓને નિષ્ફળ જોવા માંગતી હતી. ઉલ્લેખનીય છે કે શાસ્ત્રી 2014 થી 2021 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કોચ રહ્યા હતા. આ દરમિયાન એક વર્ષ માટે અનિલ કુંબલે મુખ્ય કોચ રહ્યા હતા. શાસ્ત્રીએ ઈંગ્લેન્ડ ક્રિકેટના નવા મેનેજિંગ ડાયરેક્ટર રોબ વિશે વાત કરતાં કહયું હતું કે તેઓ પણ પોતાના કાર્યકાળ દરમિયાન ડ્યુક બૂલ જેવી જાડી ચામડીના થઈ જશે. રોબની હાલમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ તરફથી મહત્વના પદે નિમણૂક કરવામાં આવી છે અને તેને મહત્વની જવાબદારી સોંપાઇ છે. તે પણ રવિ શાસ્ત્રીની જેમ જ જાણીતા કોમેન્ટેટર રહી ચૂક્યા છે અને તેમની પાસે પણ શાસ્ત્રીની જેમ કોચિંગની કોઈ ડિગ્રી નથી.

રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે મારી પાસે કોચિંગની કોઈ ડિગ્રીઓ નહોતી. લેવલ 1? લેવલ 2? એ બધુ તેલ લેવા જાય. ભારત એવો દેશ છે કે જ્યાં લોકોને હંમેશા તમારાથી બળતરા થતી હોય છે અને લોકોની એક ગેંગ હોય છે જે તમને નિષ્ફળ જોવા ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે અમુક લોકોની એક ગેંગ મને નિષ્ફળ જોવા માંગતી હતી. પણ હું જાડી ચામડીનો છું અને ડ્યુક બોલ તમે જોવો છે એનાથી પણ જાડી ચામડીનો. એકદમ કડક. તમારે એવા બનવું પડે છે કારણ કે રોજ તમને જજ કરવામાં આવશે. તેમણે રોબને કહ્યું હતું કે મણે આનંદ છે કે તેની પાસે કેપ્ટન્સીનો અનુભવ છે કારણ કે ખેલાડીઓ સાથે વાતચીત પણ મહત્વની હોય છે.